મઘ શુદ્ધ 100 %ગેરેન્ટી
'મધ'ની શર્કરા એવી છે કે જે માખીનાં શરીરમાં પચીને જ રૂપાંતરીત થઈને આપણને મળે છે
ભારતમાં પ્રાચીન કાળથી 'મધ' એક ઉત્તમ ખાદ્ય ગણાય છે. તેના ઉપયોગથી સેવનથી મનુષ્ય નીરોગી, બળવાન અને દીર્ઘાયુષી બને છે. તે મધમાખીઓ દ્વારા તૈયાર થાય છે. વિવિધ જાતના ફુલોમાંથી મીઠો રસ ચૂસીને મધમાખીઓ તેના શરીરમાં સંચિત કરે છે પછી મધપૂડાનાં નાના નાના કોષોમાં તે રસને ભરે છે. પછી તે ઘટ્ટ અને મીઠો થાય છે અને 'મધ' રૂપે તૈયાર થાય છે. 'મધ' માત્ર ઔષધ જ નથી પરંતુ દૂધની માફક મધુર અને પૌષ્ટિક એક સંપૂર્ણ ખાદ્ય પણ છે.
સંસ્કૃતમાં તેને મધુ - કહે છે. અંગ્રેજીમાં ર્લ્લહીઅ કહે છે. માખીઓએ એકઠો કરેલો મીઠા રસ ઉપરથી 'માક્ષીક' પણ કહે છે. આયુર્વેદમાં ભાવ પ્રકાશકારે મધુવર્ગમાં તેની માક્ષિક, ભ્રામર, ક્ષોદ્ર, પૌતિક, છાગ, આર્ધ્ય, ઔહાલક અને દાલ તેવી આઠ આઠ જાતિઓ બતાવી છે. મધમાં નવુ મધને બળ આપનાર, કફને તોડનાર નથી તેવું તથા ઝાડાને વેગ આપનાર બતાવ્યું છે. જ્યારે જૂનું મધ ચરબીને ઓગાળનાર, મેદને તોડનાર, મળને ઢીલો કરનાર ગણાવ્યું છે. મધ-સાકર અને ગોળ વધારેમાં વધારે એક વર્ષ વીતી ગયા પછી ત્યારે તેને જૂના કહે છે.
...વધુ વાંચો
Harshad Jarvaliya